અમારો પરીચય
અમારું મીશન
અમે ઈસુના અનુયાયીઓનું એક જૂથ છીએ જેમણે ઈશ્વરના શબ્દ, બાઇબલના સત્યોને શોધીને, તેનું પાલન કરીને અને એક બીજાને વહેંચીને આશાનો માર્ગ શોધી કાઢ્યો છે.
અમારું મીશન ઈશ્વરના શબ્દ, બાઇબલના સત્યોને શોધીને, તેનું પાલન કરીને અને એક બીજાને વહેંચીને આશાનો માર્ગ શોધવામાં અન્ય લોકોને મદદ કરવાનું છે.
અસાધારણ અનુભવો
જે સઘળી વસ્તુઓ (પૈસો, શક્તિ, સફળતા, લોકપ્રિયતા, વગેરે) વિષે જગત આપણને કહે છે કે, તેઓ આપણા હૃદયને સંપૂર્ણ કરશે, તે બધું અજમાવી લીધા બાદ અમને જાણવા મળ્યું છે કે આખરે તો આપણું હૃદય ખાલીજ રહે છે. જ્યારથી અમે સૌપ્રથમ ઇશ્વર વિશે શીખ્યા અને અનુભવવાનું શરૂ કર્યું જેણે આપણને બનાવ્યા અને આપણને પ્રેમ કર્યો, ત્યારથી અમારૂં જીવન હંમેશના માટે બદલાઈ ગયું છે.
અમે અમારા હૃદયથી માનીએ છીએ કે તમે પણ જીવનના પ્રશ્નો અને સંઘર્ષોના જવાબો શોધી શકશો. તમારા જીવનનો એક હેતુ છે અને તમે પણ આ સત્યોને અન્ય લોકો જેઓ તેમના જીવનનો અર્થ શોધી રહ્યા છે તેમની સાથે મળીને શોધી શકો છો .
ઇશ્વરનો સંદેશ
ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને વિશ્વના બધા લોકો અને દેશો માટે એક સંદેશ સાથે મોકલ્યા
- "તેમને જીવન મળે, અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું."
- "માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી."